“ઉગતો સુરજ” જોઇને
દિલમાં નવો ઉમંગ ઉત્સાહ લાવવાનું મન થયું
“ખીલેલી કાલી” જોઈને
જીવનને તેની જેમ ખીલવવાનું મન થયું
“દોડતા વાદળ” જોઈને
જીવન ની મંઝીલ તરફ દોડવાનું મન થયું
“વરસતાં મેઘ” ને જોઈને
હરેક જીંદગી માં ખુશી વરસાવવાનું મન થયું
“પાણીનાં ઊછળતાં વહેણ” ને જોઈને
મનેય જીવન ઝરના માં વ્હેવાનું મન થયું
“મેઘધનુષ્ય” ને જોઈ સર્જાતુ
મારા જીવન ને નવરંગી બનાવાનું મન થયું
“સમુદ્ર ના ઉછળતા જોઈ મોજા”
મને પણ મોજ મસ્તી માં ઉછળવાનુ મન થયું
“પર્વત” ને અડીખમ જોઈ ને
મને પણ અડગ સંકલ્પો લેવાનું મન થયું
“મોરની ઘાટભરી કાલા” જોઈ ને
મને પણ સુંદર થવાનું મન થયું
“કોયલ નું કુંજન” સાંભળી ને
મને પણ બીજા ના કાન માં કુંજી લેવાનું મન થયું
“ઝાકળ ના ઉછળતા બિંદુ” જોઈ ને
મને પણ મન ના મોતી બિખરાવવાનું મન થયું
“પૂનમ ના ચંદ્ર” ને જોઈ ને
મને પણ ૧૬ આ કળા એ ખીલવાનું મન થયું
My second poem for assigned vacation project when I was in 9th standard school vacation.